Sunday, May 5, 2013

સવા મહિનો થ્યો! તમે પેંડા ખાધા મારા?

આમ તો હું રાજાશાહી ભોગવું છું, પણ આજે વહેલો ઉઠ્યો ઘરવાળાઓની વાતો પર થી અનુભવ્યું કે મને સવા મહિનો પૂરો થ્યો!

એલા તમે પેંડા ખાધા મારા? ના? પકડો મારા મા-બાપ ને! રામ જાણે કેવા રિવાજો છે, મેં હમણાં જ જાણ્યું કે સવા મહિના પછી જ મીઠું મોં કરાવાય!

ખેર, જાવા દ્યો!  આમ તો રોજ નવરો જ હોઉં છું, હસવા-રોવા-હગવા-મૂતરવા સિવાય કામ શું છે મને હેં ? સાચે! પણ આજે થ્યું કે લાવ ને જરા કાંઈક લખું ? અત્યાર સુધી મને રમાડવા આવેલ હિતેચ્છુ મિત્રો ના હાવભાવ, મને આપેલા માનપાન પર થી મને તો યાર સેલેબ્રિટી જેવું ફિલ થાય છે. મને તો મારા ઘરવાળા જમીન પર પગ પણ નથી મૂકવા દેતા બોલો!  મને પાછું બોલતા નથી આવડતું ને, તક્લીફ છે મોટી!

એક નાની અનુભવોક્તિ કહો કે લઘુકાવ્ય કે જે કહો તે, પણ મને નીચે મુજબ નું કંઈક સૂઝ્યું છે! ગુજરાતી માં દાદી ના સંસ્કાર છે!
(મમ્મી ને ''ઢબુ" કહે છે અહિંયા, એટલે હું પોતાને "ઢાબો" કહેવરાવી ને સાહિત્યિક છુટછાટ લઈ લઊં.)


મનન ને ત્યાં 'બાબો' આવ્યો,
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

(જન્મીએ એટલે આપણને તો બધા બાબો જ કે' ને!)

આંખ જુઓ એની કેવી ચબરાક છે (૨),
ના બાડો, ના કાણો આવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

કાન જુઓ એના થાય કેવા સરવા (૨),
આ તો રોવે છે, કેવું મોટુંમોટું (૨),
ના બહેરો, ના મૂંગો આવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

હાથ-પગ માં જુઓ કેવો તરવરાટ છે (૨),
ના લૂલો, ના લંગડો આવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

તંદુરસ્તી જુઓ એની કેવી માપસર છે (૨),
ના જાડો, ના પાતળો આવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

ઊંચાઈ માં તો એ બાપ ની બરોબર (૨),
ના લાંબો , ના ટુંકો આવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

વાન જુઓ એનો કેવો રમણીય છે,
ના સીદી, ના કાળો આવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

નજરો ન લાગે મારા વીરલા ને (૨),
કાજળ આ મામો લાવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

ઝટઝટ ચાલ મારા દિકરાના દિકરા (૨),
સાયકલ આ દાદો લાવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

(દાદા મારા સાયકલો ના બ્રાન્ડ એમ્બેસ્સેડર છે :) હંમેશા સાયકલ પર જ જતા હોય કોઇ પણ રહુતુ હોય!)

નવાં નવાં પહેરી, ફરવાને જાશું (૨),
વા'વા આ નાનો લાવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!


જોજે જરા હળવેથી, સરખું બગાડજે (૨),
ડાયપર આ કાકો લાવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

(કાકાઓ મારા ચોખ્ખાઈ ના આગ્રહી ભારે...સાવરણી હાથ માં જ હોય! )

જન્મદિવસ છે, ઉત્સવ મનાવીએ (૨),
કેક આ કાકો લાવ્યો...
ઢબુ ને ત્યાં 'ઢાબો' આવ્યો!

(નાના કાકા મારા કેક ના સૌદાગર છે, કોઇ પણ નો જન્મદિવસ હોય, કેક અને આયોજન તો એમના જ માથે હોય! )
...................

સરસ ને?

હજી લખવાનું બાકી છે, આ બ્લોગ છે તો મને કંઈક કહેવાનો મોકો મળે છે, બાકી મારી ભાષા મારી મા સિવાય કોણ પારખે?

આવી ગ્યા લ્યો મારા માતાશ્રી જમી ને; જોડે મામી, નાની પણ છે!

કામ શું એ લોકો ને, સુવાડશે મને ફરી પાછો હાલરડાં ગાઇ ને!

આપણે ફરી મળીએ હોં!

આવજો!



Friday, April 5, 2013

નામકરણ - NaamKaran !

I am an #undefined, Nonetype variable alive around for 11 days and here comes the 12th day where my object will be named something meaningful following all naming conventions(Zodiac rules I guess)!

And the name is 'Medhansh' (મેધાંશ), meaning of which is born with intelligence.

Ah come on, even if I am not born intelligent, I have to learn that tactics to prove it right and to meet the standards of my family!

 






Thanks.

Monday, March 25, 2013

"Hello World!' I am born!

"Hello World"... This is the first program engineers write when they enter into the Programming world!

As I am having parents both relating to IT, I am using the technology since the first day!

I am born at 8:08 AM, 25 March 2013!